નવા નવા લગ્ન બાદ અને લગ્નના એક વર્ષ પછી...

નવા નવા લગ્ન બાદ અને લગ્નના એક વર્ષ પછી... પતિ-પત્ની વચ્ચેનો સંવાદ...
 
લગ્નના એક-બે દિવસ બાદ:
 
પતિ: તો હવે શેની રાહ જોવે છે? 
 
પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?

 પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.

 પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?
 
પતિ: હા! એક નહી હજાર વખત!!
 
પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?
 
પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?
 
પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?
 
પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.
 
પતિ: શું તમે મને મારશો?
 
પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.
 
પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?
 
પતિ: હાં!
 
પત્ની: ઓહ ડાર્લિંગ!!!
 
લગ્નના એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો...

Posted via email from fenildesai's posterous

નવા નવા લગ્ન બાદ અને લગ્નના એક વર્ષ પછી... નવા નવા લગ્ન બાદ અને લગ્નના એક વર્ષ પછી... Reviewed by Fenil Desai on 2:45 AM Rating: 5

No comments:

Powered by Blogger.